ઓળખ છુપાવી યુવતી સાથે દુષ્કર્મ:રાજકોટના પરિણીત સોમીલે ખોટી ઓળખ આપી આદિવાસી યુવતીનું શોષણ કર્યું, ગર્ભપાત કરાવી રૂ. 3.35 લાખ પડાવ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें


સુરત શહેરમાં રહેતી એક આદિવાસી યુવતીની ફરિયાદના આધારે રાજકોટના રહેવાસી સોમીલ સલમીનભાઈ મકવાણા નામના વ્યક્તિ સામે પોલીસ મથકે ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીએ પોતાની સાચી પારિવારિક અને કૌટુંબિક ઓળખ છુપાવી હતી. તેણે યુવતીને પોતાની ખોટી વિગતો આપીને પરિચય કેળવ્યો હતો અને ત્યારબાદ લગ્ન કરવાનો વિશ્વાસ આપી તેની સાથે સંબંધો બાંધ્યા હતા. હોટલમાં યુવતીને લઈ જઈને ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું
પોલીસ મથકે નોંધાયેલી સત્તાવાર ફરિયાદની વિગતો મુજબ, આ શારીરિક શોષણનો સિલસિલો સપ્ટેમ્બર-2025થી શરૂ થઈને મે-2026 દરમિયાન ચાલ્યો હતો. આ સમયગાળા દરમિયાન આરોપીએ સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારની એક હોટલમાં તેમજ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની એક હોટલમાં યુવતીને લઈ જઈને તેની ઈચ્છા વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. પીડિત યુવતી આદિવાસી સમાજમાંથી આવે છે. આરોપી આ બાબત સારી રીતે જાણતો હોવા છતાં, તેણે પોતે ખૂબ જ ઉદારવાદી હોવાનો ઢોંગ કર્યો હતો અને જણાવ્યું હતું કે તે જાતિ કે સામાજિક ભેદભાવને કોઈ મહત્વ આપતો નથી. આ રીતે તેણે યુવતીને સંપૂર્ણપણે વિશ્વાસમાં લઈ લીધી હતી. ગર્ભવતી બનતા જ ગર્ભપાત કરાવવા દબાણ કર્યું
આરોપીએ યુવતીને સતત એવો ભરોસો આપ્યો હતો કે તે ભવિષ્યમાં તેની સાથે જ ધામધૂમથી લગ્ન કરવાનો છે. આ દરમિયાન આરોપીની પ્રેમજાળ અને લગ્નની ખાતરીના કારણે યુવતી ગર્ભવતી બની ગઈ હતી. યુવતીએ જ્યારે આ અંગે મનમિતને જાણ કરી, ત્યારે લગ્ન કરવાના બદલે આરોપીનો અસલી ચહેરો સામે આવ્યો હતો. તેણે યુવતી પર તાત્કાલિક ગર્ભપાત કરાવી લેવા માટે માનસિક દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. ફરિયાદમાં કરેલા આક્ષેપ અનુસાર, આરોપીના સતત દબાણ અને ધમકીઓના કારણે આખરે મજબૂર થઈને યુવતીએ ગર્ભપાત કરાવી લેવો પડ્યો હતો, જે બાદ તેની મુશ્કેલીઓ વધુ વધી ગઈ હતી. રૂપિયા 3.35 લાખ પડાવ્યા અને દસ્તાવેજો રાખ્યા પોતાની પાસે
આરોપી માત્ર શારીરિક શોષણ કરીને જ ન અટક્યો, પરંતુ તેણે યુવતીનું આર્થિક શોષણ પણ કર્યું હતું. આરોપીએ અલગ-અલગ બહાના હેઠળ પીડિત યુવતી પાસેથી જુદા-જુદા સમયે કુલ રૂપિયા 3.35 લાખ જેટલી મોટી રકમ પડાવી લીધી હતી. આટલું જ નહીં, તેણે યુવતીની બહેનના અસલી અને મૂળ દસ્તાવેજો (ડોક્યુમેન્ટ્સ) પણ બળજબરીપૂર્વક પોતાની પાસે જમા રાખી લીધા હતા જેથી યુવતી તેના પંજામાંથી ભાગી ન શકે. આ દરમિયાન યુવતીને ક્યાંકથી બાતમી મળી કે મનમિત અગાઉથી જ પરિણીત છે અને તે બે સંતાનોનો પિતા પણ છે. આ સત્ય સામે આવતા જ યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જાતિવિષયક અપમાન અને જાનથી મારી નાખવાની ધમકી
જારે પીડિતાએ આરોપી પરિણીત હોવાની અને બે બાળકોનો પિતા હોવાની સત્ય હકીકત અંગે તેની પાસે કડક પૂછપરછ કરી, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે પીડિત યુવતીની જાતિ પ્રત્યે અત્યંત અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને જાહેરમાં ગંદી ગાળાગાળી કરી હતી. આ સાથે જ આરોપીએ પીડિતાને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું અને ધમકી આપી કે તેની પાસે યુવતીના કેટલાક અંગત (પર્સનલ) ફોટા છે, જેને તે સોશિયલ મીડિયા પર વાયરલ કરીને તેને બદનામ કરી દેશે. આરોપીએ છેલ્લે એવી પણ ગર્ભિત ધમકી આપી હતી કે જો હવે પછી તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. હાલમાં સુરત વેસુ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Source link

therajkot Times
Author: therajkot Times

Leave a Comment

और पढ़ें