![]()
વિજાપુરના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડાની એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં મોટો વિવાદ સર્જાયો હતો. આ વિવાદ બાદ ધારાસભ્યે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપતા સમગ્ર ઠાકોર સમાજની સાચા હૃદયથી માફી માંગી દિલગીરી વ્યક્ત કરી છે. પોતાની પ્રતિક્રિયામાં ડો. સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવવંતું સ્થાન જન્મથી જ તેમના હૃદયમાં છે અને જીવનપર્યંત રહેશે. તેમણે ઉમેર્યું કે, ‘આપ સૌ મારી નીતિ-રીતિથી સારી રીતે પરિચિત છો, તેમ છતાં જો આ ઘટનાથી સમાજની લાગણી દુભાઈ હોય અને દુઃખ થયું હોય તો હું ક્ષમા ચાહું છું.’ ધારાસભ્યનો વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ
વાઇરલ થયેલી કથિત ઓડિયો ક્લિપ અંગે સ્પષ્ટતા કરતા ધારાસભ્યે ઉલ્લેખ કર્યો હતો કે, આ ઓડિયો ક્લિપ ક્યારે અને કોણે બનાવી છે તેની સચ્ચાઈ બહાર લાવવા માટે હાલ તપાસ ચાલી રહી છે. ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ ઠાકોર સમાજના ભાઈઓ સમક્ષ સાચા હૃદયથી દિલગીરી વ્યક્ત કરીને ધારાસભ્યે વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે.









