મહીસાગરમાં નલ સે જલ કૌભાંડમાં સરોડ ગામના સરપંચના પતિની ધરપકડ:રૂ.1.45 લાખની ઉચાપત કરી હતી, અત્યાર સુધીમાં 30 લોકોની ધરપકડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें


મહીસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડમાં CID ક્રાઈમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. સરોડ ગામના મહિલા સરપંચના પતિ કિરીટસિંહ પ્રભાતસિંહ ચૌહાણને રૂ. 1.45 લાખની ઉચાપતના આરોપસર ઝડપી પાડવામાં આવ્યા છે. આ ધરપકડ સાથે કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 30 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. CID ક્રાઈમની તપાસમાં કિરીટસિંહ ચૌહાણ દ્વારા રૂ. 1.45 લાખની ઉચાપત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મહીસાગર જિલ્લામાં કરોડો રૂપિયાના આ કૌભાંડની તપાસ CID ક્રાઈમ વડોદરા દ્વારા કરવામાં આવી રહી છે. અગાઉ તત્કાલીન WASMO યુનિટ મેનેજર, કચેરીના કર્મચારીઓ અને અનેક કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ આગળ વધતા સરોડ ગામના મહિલા સરપંચના પતિ કિરીટસિંહ પ્રભાતસિંહ ચૌહાણની સંડોવણી પણ સામે આવી હતી, જેના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ મહાકૌભાંડમાં CID ક્રાઈમની તપાસ હજુ ચાલુ છે. આગામી દિવસોમાં વધુ કેટલાક નામો બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Source link

therajkot Times
Author: therajkot Times

Leave a Comment

और पढ़ें