વઢવાણમાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક-કમ-કૂકની ભરતી:15 જૂન સુધીમાં અરજી કરી શકાશે, મામલતદારે યાદી જાહેર કરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें


સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક-કમ-કૂકની ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે. તાલુકાની છ પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી આ જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન છે. વઢવાણ તાલુકાની બાકરથળી, નગરા કુમાર, રાઈ કુમાર, ખારવા, ટીંબા અને ફૂલગ્રામ પ્રાથમિક શાળાઓમાં વયમર્યાદાને કારણે આ જગ્યાઓ ખાલી પડી છે. મધ્યાહન ભોજન શાખા દ્વારા આ ભરતી હાથ ધરવામાં આવી છે. વઢવાણ તાલુકાના મામલતદાર કચેરી દ્વારા જારી કરાયેલી યાદી મુજબ, રસ ધરાવતા ઉમેદવારો રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન મામલતદાર કચેરી, વઢવાણ ખાતેથી વિનામૂલ્યે અરજી ફોર્મ મેળવી શકશે. ભરેલું ફોર્મ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે 15 જૂન સુધીમાં કચેરી સમય પૂરો થાય તે પહેલાં રૂબરૂમાં જમા કરાવવાનું રહેશે. નિયત સમયમર્યાદા બાદ આવેલી અરજીઓ ધ્યાને લેવાશે નહીં. આ પદ માટે ઉમેદવારની વય 20 થી 60 વર્ષની હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ નિર્ધારિત કરાઈ છે, જોકે જે ગામમાં ધોરણ-10 પાસ ઉમેદવાર ઉપલબ્ધ ન હોય ત્યાં ધોરણ-7 પાસ ઉમેદવારને પણ છૂટછાટ અપાશે. અરજદાર સ્થાનિક રહેવાસી હોવો ફરજિયાત છે. અરજી સાથે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), માર્કશીટ, જાતિનો દાખલો, આધારકાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, પોલીસ સ્ટેશનનો ચારિત્ર્યનો દાખલો અને સ્થાનિક રહેવાસી હોવા અંગે તલાટી-કમ-મંત્રીનો દાખલો રજૂ કરવો પડશે. સ્થાનિક પંચાયત કે નગર પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સરકારી અનુદાન મેળવતી સંસ્થાના કર્મચારીઓ, સસ્તા અનાજની દુકાન ધરાવતા વ્યક્તિઓ, હોમગાર્ડ, અનાજ દળવાની ઘંટી ચલાવતા કે શાકભાજી, મરી-મસાલા અથવા લાકડાનો વ્યવસાય કરતા વ્યક્તિઓ આ પદ માટે અપાત્ર ગણાશે. લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે પત્ર દ્વારા જાણ કરાશે, જેમાં તેઓએ તમામ અસલ દસ્તાવેજો સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.

Source link

therajkot Times
Author: therajkot Times

Leave a Comment

और पढ़ें