![]()
ટ્રમ્પે સોમવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરતા લેબનોનમાં ઇઝરાયલી સૈન્ય કાર્યવાહી પર સખત નારાજગી વ્યક્ત કરી. એક્સિયોસના અહેવાલ મુજબ ટ્રમ્પે ગુસ્સામાં નેતન્યાહુને ‘પાગલ’ કહ્યા અને તેમના પર ઉપકાર ન માનવાનો આરોપ લગાવ્યો. રિપોર્ટ મુજબ, લેબનોન પર હુમલા બાદ ઈરાને સોમવારે ચેતવણી આપી હતી કે જો ઇઝરાયલી કાર્યવાહી ચાલુ રહેશે તો તે અમેરિકા સાથે ચાલી રહેલી વાતચીત છોડી શકે છે. આનાથી નારાજ ટ્રમ્પે નેતન્યાહુને ફોન કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે ગુસ્સામાં કહ્યું- શું તમે પાગલ થઈ ગયા છો? આખરે તમે શું કરી રહ્યા છો. મારો ઉપકાર માનો. જો હું ન હોત તો તમે જેલમાં હોત. હું તમને બચાવી રહ્યો છું. પરંતુ હવે દરેક જણ તમારાથી નારાજ છે. દરેક જણ ઇઝરાયલથી પણ નારાજ છે. અમેરિકી અધિકારીઓના મતે, ટ્રમ્પ ખાસ કરીને એ વાતથી પરેશાન હતા કે લેબનોનમાં મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો માર્યા જઈ રહ્યા છે અને એક હિઝબુલ્લાહ કમાન્ડરને નિશાન બનાવવા માટે આખી ઇમારતો તોડી પાડવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. કુવૈતમાં અમેરિકી ઠેકાણા પર હુમલો: ઈરાને કુવૈતમાં તૈનાત અમેરિકી સૈનિકોને નિશાન બનાવીને બે બેલિસ્ટિક મિસાઈલો છોડી જેને હવામાં જ રોકી લેવામાં આવી. ઈરાને કહ્યું કે તેને જવાબી કાર્યવાહીનો અધિકાર છે. 2. અમેરિકા-ઈરાન વચ્ચે ફરી વાતચીત શરૂ: અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત ફરી પાટા પર આવતી દેખાઈ રહી છે. CNN અનુસાર, બંને દેશો વચ્ચે સંપર્ક અને વાતચીત ફરી આગળ વધી રહી છે. 3. લેબનોન પર હુમલાથી ઈરાન નારાજ: ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે અમેરિકા સાથેના યુદ્ધવિરામની શરતોમાં લેબનોનનો સમાવેશ થાય છે. તેના પર હુમલો સમગ્ર કરારનું ઉલ્લંઘન ગણાશે. 4. ઈરાનના ટાપુઓ પર અમેરિકી હુમલો: અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે તેણે ઈરાનના ગોરુક શહેર અને કેશ્મ ટાપુ પર આત્મરક્ષામાં હુમલા કર્યા છે. તેને ગયા અઠવાડિયે કેશ્મ ટાપુ ઉપર તોડી પાડવામાં આવેલા અમેરિકી MQ-1 ડ્રોનનો જવાબ ગણાવવામાં આવી રહ્યો છે. 5. ઈરાન ડીલમાં પરમાણુ મુદ્દાઓનો સ્પષ્ટ ઉલ્લેખ: ટ્રમ્પે કહ્યું કે તેમના પ્રસ્તાવિત ઈરાન કરારમાં પરમાણુ મુદ્દાઓનો સ્પષ્ટ અને વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પહેલા ઘણી રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે પરમાણુ મુદ્દાઓ પર બંને દેશો પછીથી વાતચીત કરશે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે, નીચેનો બ્લોગ જુઓ…









