દશાંશ નારાયણ યજ્ઞમાં ધારાસભ્ય જગદીશ મકવાણા સન્માનિત:સંસ્કૃત પાઠશાળાના ઉત્કર્ષ અને દેવભાષાના જતન કાર્યક્રમમાં ઉપસ્થિત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें


વઢવાણમાં બ્રહ્મનારી સંગઠન દ્વારા સંચાલિત સંસ્કૃત પાઠશાળાના ઉત્કર્ષ અને સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું. આ જ્ઞાનયજ્ઞ અંતર્ગત યોજાયેલા ‘દશાંશ નારાયણ યજ્ઞ’માં ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ ઉપસ્થિત રહી દેવભાષા સંસ્કૃતના જતન અને સંસ્કૃત પાઠશાળાના ઉન્નતીકરણ માટે થઈ રહેલા આ આયોજનને બિરદાવ્યું હતું. બ્રહ્મદેવો દ્વારા તેમને આશીર્વચન પણ આપવામાં આવ્યા હતા. પિતૃ તર્પણ અને સામાજિક ઉત્થાનના આ દિવ્ય સેવાયજ્ઞ બદલ સમસ્ત બ્રહ્મનારી સંગઠનની ટીમને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Source link

therajkot Times
Author: therajkot Times

Leave a Comment

और पढ़ें