રૂ.1.27 કરોડના GST કૌભાંડમાં આરોપીના આગોતરા નામંજુર:બોગસ પેઢીઓ ઉભી કરી કૌભાંડ આચરવામાં આવ્યાની ફરિયાદ, ટેક્સ ક્રેડિટ મેળવી સરકારને 80 લાખનું નુકસાન પહોચાડ્યું'તું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें


સુરતન રહેવાસી એવા આરોપી અફઝલ શદીકભાઇ ગાહાએ પોતાની સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલ ફરિયાદમાં ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેમાં સરકાર પક્ષે રજૂ થયેલ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખી રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. જીએસટી વિભાગને રૂ.1.27 કરોડનું આર્થિક નુકસાન પહોંચાડ્યું
સુપ્રિટેન્ડન્ટ ઓફ CGST રાજકોટ દ્વારા તા.30 નવેમ્બર 2024ના રોજ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી અને તેમાં બોગસ પેઢી જે બોગસ ભાડા કરારના આધારે ઉભી કરી અને CGST રાજકોટ વિભાગમાં ઓનલાઇન રજુ કરી GST નંબર મેળવી અન્ય પેઢી-કંપનીઓ સાથે ટ્રાન્ઝેક્સન દેખાડી ટેક્સ ક્રેડિટ મેળવી સરકારને અંદાજિત 80 લાખનું નુકશાન પહોંચાડી ગુનો કરવા બાબતે જણાવ્યું હતું જેમાં સોલંકી એન્ટરપ્રાઇઝ નામની પેઢી પણ બોગસ ભાડા કરારના આધારે ઉભી કરી 89 ઇ-વે બિલ્સ જનરેટ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ કૌભાંડમાં જીએસટી વિભાગને કુલ રૂ.1,27,86,712નું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. કોર્ટે અરજદાર આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી
ઉપરોક્ત જામીન અરજીની સુનાવણી સમયે આરોપી પક્ષેથી પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરી હતી અને પોતાને ખોટી રીતે સંડોવી દીધેલાની પણ રજૂઆત કરી હતી. જેની સામે સરકાર તરફથી પુરાવા સાથે દલીલો કરવામાં આવ હતી કે આ પેઢી બોગસ છે અને તેમાં બનાવટી બિલો મેળવવામાં આવ્યા છે. કોઇ માલ સામાનની ખરીદી કર્યા વગર વ્યવહારો બતાવીને GSTની ક્રેડીટ મેળવવા કૌભાંડ આચરવામાં આવ્યું છે જેનાથી દેશના અર્થતંત્રને પણ નુકસાન જાય છે. આરોપી સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ છે. આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેસન માટે જરૂર છે જેથી જામીન અરજી નામંજુર કરવી જોઇએ. જેથી બંને પક્ષોની દલીલોને ધ્યાને લઇ કોર્ટે અરજદાર આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.

Source link

therajkot Times
Author: therajkot Times

Leave a Comment

और पढ़ें