![]()
અમદાવાદ સ્થિત Mart2Global દ્વારા તેના 18મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કંપનીએ સફળતાપૂર્વક 18 વર્ષ પૂર્ણ કરીને 19મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે કંપનીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર જિગ્નેશ શાહે કર્મચારીઓ અને સહયોગીઓને સંબોધતા જણાવ્યું હતું કે બદલાતી ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નવીનતા આવનારા સમયમાં વ્યવસાયની દિશા નક્કી કરશે. તેમણે કંપનીના વિકાસના સફરની સમીક્ષા કરતાં આગામી વર્ષોમાં વધુ ઝડપથી વિકાસ કરીને નવા માઇલસ્ટોન હાંસલ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તથા સમગ્ર ટીમે ગ્રાહક સંતોષ, ગુણવત્તાસભર સેવા અને સતત વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિશ્વાસ, નવીનતા અને વિકાસના 18 સફળ વર્ષ પૂર્ણ કરીને માર્ટ2ગ્લોબલે 19મા વર્ષમાં નવા ઉત્સાહ અને નવી સંભાવનાઓ સાથે પ્રવેશ કર્યો છે.









